પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રૂટ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ સાથે યૂક્રેનની વર્તમાન સ્થિતી પર વાતચીત થઇ. બંને નેતાએ ભારતીય વિદ્યાર્થીઓ પર ઉભા થયેલા સંકટને મુદ્દે ચિંતા જાહેર કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રશિયા અને યૂક્રેન એમ બંને દેશોને યુદ્ધ સમાપ્ત કરીને રાજદ્વારી રાહે સમસ્યાઓનું સમાધાન શોધવા અપીલ કરી હતી.
બંને દેશો વચ્ચે થઇ રહેલી વાતચીતને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવકારી હતી. યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા ચાલી રહેલા અભિયાનથી પણ માર્ક રૂટને માહિતગાર કર્યા હતા.
યુદ્ધથી પ્રભાવિત જનતા માટે ભારત તરફથી દવા સહિતની રાહત સામગ્રીનો પુરવઠો પહોંચાડાઇ રહ્યો હોવાને મુદ્દે પણ જાણકારી આપી હતી.