એલઆઇસી પબ્લિક ઇસ્યુને સેબીની મંજુરી

દેશની સૌથી મોટી ઇસન્યુરન્સ કંપની લાઇફ ઇનસ્યુરન્સ કોર્પોરેશનના ૩૧.૬૨ કરોડ શેરના ઈસ્યુને માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંજૂરી આપી છે. પોતાના હિસ્સાના પાંચ ટકા શેર વેંચી કેન્દ્ર સરકાર રૂ ૬૬,૦૦૦ કરોડ એકત્ર કરવાની ઈચ્છા ધરાવે છે. જોકે યુક્રેન ઉપર રશિયાના હુમલાના કારણે આ પબ્લીક ઇસ્યુ ઉપર જોખમ ઉભુ થયુ છે. આઇપીઑ માર્ચ પહેલા લાવવો કે આગામી નાણાકીય વર્ષમાં તેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.

તા. ૨૬ ફેબ્રુઆરીએ ફાઈલ કરેલા દસ્તાવેજ અનુસાર એલઆઇસી નું મૂલ્ય રૂ.૫,૩૯,૬૮૬ કરોડ આંકવામાં આવ્યું છે અને કુલ પ્રીમિયમ આવકની દ્વષ્ટિએ કંપની વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે.

એલઆઇસીના કુલ ૩૧.૬૨ કરોડ શેરનો પબલિક ઇસ્યુ આવશે.

કુલ શેરમાંથી કર્મચારીઓને પાંચ ટકા અને પોલિસી ધારકોને ૧૦%  શેર ઑફર કરવામાં આવશે. પોલિસી ધારક કે કર્મચારી રૂ. ૨ લાખથી વધુની વ્યકિત ગત અરજી કરી શકશે નહિ.

શેર ઑફર કરવામાં આવ્યા છે તેના આધારે કેન્દ્ર સરકારના રૂ. ૭૫,૦૦૦ કરોડ એકત્ર કરવા માટે શેરનો ભાવ ૨,૩૮૯થી ૨,૪૭૪ વચ્ચે રહે એવી શક્યતા છે. આ ભાવની સ્ત્તવર જાહેરાત ઇસ્યુ ખોલવાના આગેલા દિવસે થશે.

ઇસ્યુ પછી કંપનીનું બજાર મૂલ્ય રૂ. ૧૨ લાખથી ૧૫ લાખ કરોડ રહે એવી શક્યતા છે. જો આમ થાય તો કંપની દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં પ્રથમ ૧ થી ૩ સ્થાન ધારણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *