ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈન્ડિયન પ્લેયર્સનો દબદબો

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધી છે. મોહાલી ટેસ્ટમાં બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા સર જાડેજા અત્યારે વિશ્વના નંબર-૧ ઓલરાઉન્ડર બની ગયા છે. વળી પૂર્વ ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી પણ ટોપ-5ની ટેસ્ટ બેટિંગ યાદીમાં પહોંચી ગયો છે. તેવામાં અત્યારે જો ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો મુખ્ય ૧૦ ખેલાડીમાંથી ૩ તો ભારતના જ છે.

રવીન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડરને ઓવરેટેક કરી નંબર-૧ ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે મોહાલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરતા ૧૭૫* રનની ઈનિંગ રમી હતી. ત્યારપછી મેચની બંને ઈનિંગમાં તેણે કુલ ૯ વિકેટ પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી ઈનિંગમાં સર જાડેજાએ ૫ અને બીજીમાં ૪ શ્રીલંકન ખેલાડીને આઉટ કર્યા હતા.

રવીન્દ્ર જાડેજા ૪૦૬ રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમાંક પરથી સીધો પહેલા સ્થાન પર પહોંચી ગયો છે. વળી હોલ્ડર ૩૮૩ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન ત્રીજા સ્થાને આવે છે. ઉલ્લેખનીય છે કે મોહાલી ટેસ્ટમાં અશ્વિને ૬૧ રન કર્યા હતા અને ૬ વિકેટ પણ લીધી હતી.

શ્રીલંકા વિરૂદ્ધ પહેલી મેચમાં વિકેટકીપર રિષભ પંતે વિસ્ફોટક ઈનિંગ રમતા માત્ર ૯૭ બોલમાં ૯૬ રન કર્યા હતા. તેવામાં અત્યારે રેન્કિંગ ટેબલમાં ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન પહેલા નંબર પર છે. જ્યારે બીજા નંબર પર ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ તથા ત્રીજા પર સ્ટીવ સ્મિથનું નામ આવે છે. ચોથા નંબર પર કેન વિલિયમ્સન છે.

ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. પહેલા સ્થાન પર 892 પોઈન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિંસ કાયમ છે, જ્યારે બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિનનું નામ આવે છે. જ્યારે ટોપ-10માં તેમના સિવાય વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહનું નામ છે. તે અત્યારે ૭૬૩ પોઈન્ટ્સ સાથે ૧૦માં નંબર પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *