રાજકોટ જિલ્લા કાયદો વ્યવસ્થા કમીટીની બેઠક જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં સી.આર.પી.સી એકટ હેઠળ થયેલ કાર્યવાહીની પ્રાંતવાઇઝ સમીક્ષા કરવામાં આવી હતી. હથિયાર પરવાના સહિતની પેન્ડીંગ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જરૂરી જાહેરનામાની અમલવારી તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જેલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં રૂરલ એસ.પી. બલરામ મીણા, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, એ.એસ.પી રબારી તેમજ અધિક કલેકટર કે.બી.ઠક્કર, પ્રાંત અધિકારી કે.વી.બાટી, વિરેન્દ્ર દેસાઇ, લીખીયા, કે.જી.ચૌધરી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.