ભારતીય શેરબજાર ગુરુવારે મોટા સુધારા સાથે ખુલ્યા હતા. જેમાં સૂચકાંક બીએસઇ સેન્સેક્સ બુધવારના ૫૪,૬૪૭ના બંધની સામે ગુરુવારે લગભગ ૧,૫૦૦ પોઇન્ટના ઉંચા ગેપમાં ૫૬,૨૪૨ના સ્તરે ખૂલ્યો હતો. ક્રૂડ ઓઇલમાં ૧૩% ના ઘટાડાની સકારાત્મક અસર ભારતીય શેરબજારના આજના સુધારાનું ટ્રિગર બન્યુ છે. સાડા દસ વાગે સેન્સેક્સ ૧૩૭૧ પોઇન્ટના સુધારામાં ૫૬૦૧૭ના લેવલે ટ્રેડ થઇ રહ્યુ હતુ.
બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ બુધવારના ૧૬૩૪૫ના ક્લોઝિંગ લેવલની સામે ગુરુવારે ૪૦૦ પોઇન્ટથી વધુના સુધારા સાથે ૧૩,૭૫૭ના સ્તરે ઓપન થયો હતો. આ લખાય છે ત્યારે નિફ્ટી ૧૬,૭૩૫ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો હતો.
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મત ગણતરીઓ ચાલી રહી છે જેની ઉપર શેરબજારની બાજ નજર છે.
સાઉદી અરેબિયાએ ક્રૂડના ઉત્પાદનમાં સહાય કરવાની જાહેરાત કરતા ક્રૂડના ભાવમાં ૧૪ વર્ષની ટોચેથી ઘટાડો જોવા મળતા અને શરૂઆતી મતગણતરીમાં ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોટી લીડ મળતા શેરબજારમાં તેજીનો વંટોળ જોવા મળી રહ્યો છે.
એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ ૧,૦૦૦ અંકોના ઉછાળે ૫૫,૬૫૦ના લેવલે અને નિફટી ૫૦ ઈન્ડેકસ ૩૦૮ અંકોના ઉછાળે ૧૬,૬૫૩ના સ્તરે કામકાજ કરી રહ્યાં છે. જોકે બેંચમાર્ક ઈન્ડાયસિસ શરૂઆતી તેજી બાદ ઉપલા મથાળેથી ૦.૫૦% સુધી ઘટ્યાં છે.