ગુજરાતમાં કોરોના કેસથી પ્રજાને માંડ રાહત મળી છે. ત્યાં હવે ગુજરાતની પ્રજા માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસે વાહન ચાલકોને મોટો ઝટકો આપ્યો છે. પહેલેથી જ મોંઘવારીમાં પીસાતી પ્રજાને વધુ એક કમરતોડ ઝટકો મળ્યો છે. અદાણી ગેસે સીએનજીના ભાવમાં ૨ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે.
પેટ્રોલ ડીઝલમાં થતા ભાવ વધારાના કારણે માંડ લોકો સીએનજી ગેસના વાહનો તરફ વળ્યા હતા. હવે તેમાં પણ ભાવ વધારો થતા અદાણી ગેસ સામે વાહન ચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી છે.
સીએનજી ગેસના આ ભાવ વધારાથી વાહનચાલકોને મોટુ નુકસાન થતુ હોય છે. અમદાવાદમાં અદાણીએ સીએનજી ગેસના ભાવમાં રૂ.૨નો વધારો કર્યો છે. સીએનજીમાં નવા ભાવની કિંમત ૭૩.૦૯ રૂપિયા લાગુ કરવામાં આવી છે.