દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૧૮૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૬,૫૫૪ દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦૪ દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪,૨૪,૨૦,૧૨૦ દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો ૪૪,૪૮૮ પર પહોંચ્યો છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮,૭૩,૯૭૪ લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં ૭૭.૬૦ કરોડ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે.
કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૨૩,૩૨૯ લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧૭૯.૫૩ કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચુક્યા છે. કોરોના રસીકરણ વધવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. એટલે સમયસર રસીકરણ ખૂબ જરૂરી છે.