રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા આ વિશ્વ યુદ્ધમાં લાખો લોકોને દેશ છોડવાની ફરજ પડી હતી. તેનાથી યુરોપીયન સુરક્ષાનો પાયો હચમચી ગયો છે. યુક્રેનમાં સામાન્ય લોકો હજુ પણ રશિયા દ્વારા ઘેરાયેલા છે અને તેઓ વીજળી, ખોરાક, દવાઓ અને અન્ય રોજિંદા વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે. જો કે લોકોને આશા હતી કે, તુર્કીમાં રશિયા અને યુક્રેનના વિદેશ મંત્રીઓ વચ્ચેની બેઠક બાદ કોઈ રસ્તો મળી જશે, પરંતુ વાતચીત નિરર્થક રહી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોલેન્ડની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધને કારણે દેશ છોડીને જતા લોકોને કેનેડા શક્ય તેટલું આશ્રય આપશે. ૨૪ ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી લગભગ ૧.૫ મિલિયન લોકોએ પોલેન્ડમાં આશ્રય લીધો છે.