ભારત અને શ્રીલંકા: જસપ્રીત બુમરાહે ડે-નાઈટ ટેસ્ટમાં પિંક બોલને લઇને આપ્યું મહત્વનું નિવેદન

ટીમ ઇન્ડિયા ના ઉપ સુકાની જસપ્રિત બુમરાહ એ શુક્રવારે કહ્યું હતું કે પિંક બોલ ટેસ્ટ રમતી વખતે ક્રિકેટરોએ માનસિક રીતે એડજસ્ટ થવું પડે છે પરંતુ કોઈ નિર્ધારિત માપદંડ નથી કારણ કે અત્યાર સુધી રમાયેલી ત્રણેય ડે-નાઈટ ટેસ્ટમાં સ્થિતિ અલગ હતી. ભારતે શનિવારથી શ્રીલંકા સામે ડે-નાઈટ ટેસ્ટ રમવાની છે. આ પહેલા ભારતીય ટીમ બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે પિંક બોલ ટેસ્ટ મેચ રમી ચૂકી છે.

જસપ્રિત બુમરાહ મેચ પહેલા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “પ્રોફેશનલ ક્રિકેટર તરીકે અમારે પરિસ્થિતિને ઝડપથી સ્વીકારવી પડશે. પિંક બોલ ટેસ્ટ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે એક અલગ જ  અનુભવ રહ્યો છે. તમે ભલે બપોરે સ્વિંગ મળતું નથી. પણ સાંજે તેમાં સ્વિંગ મળે છે. આ બધા નાના પાસાઓ છે.” અને કહ્યું કે ટીમ હજુ પિંક બોલ ટેસ્ટ વિશે શીખવાની પ્રક્રિયામાં છે. અને અમે પિંક બોલથી વધુ રમ્યા નથી. જ્યારે પણ હું રમ્યો છું, પરિસ્થિતિઓ અલગ અલગ રહી છે, તેથી કોઈ નિશ્ચિત માપદંડ નથી કે જે તમારા નિયંત્રણમાં હોય.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. તેણે અત્યાર સુધી ૨૮ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે કુલ ૧૧૫ વિકેટ ઝડપી છે. બુમરાહે ૭૦ વનડેમાં ૧૧૩ વિકેટ ઝડપી છે. આ સાથે તેણે ૫૭ T૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૬૭ વિકેટ ઝડપી છે. ટીમ ઇન્ડિયા શનિવારે ૧૨ માર્ચથી શ્રીલંકા સામે બેંગ્લોરમાં બે મેચની સીરિઝમાં બીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમશે. આ મેચ ડેે-નાઇટ રહેશે. જેમાં ૧૦૦ટકા દર્શકોના પ્રવેશની પરવાનગી ભારતીય ક્રિકેટ બોર્ડે આપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *