યુપીમાં ભાજપની શાનદાર જીત બાદ શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતે બસપાના નેતા માયાવતી તેમજ એ.આઈ.એમ.આઈ.એમ ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર કટાક્ષ કર્યો છે.
તેમણે કહ્યુ છે કે, યુપીમાં ભાજપની જીત માટે તેમણે જે યોગદાન આપ્યુ છે તે જોતા માયાવતી અને ઓવૈસીને પદ્મવિભૂષણ કે ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ.
કટાક્ષમાં ઉપરોક્ત નિવેદન આપ્યુ હતુ અને સાથે સાથે કહ્યુહ તુ કે, ભાજપને ભવ્ય જીત મળી છે.યુપી તેમનુ રાજ્ય છે.આમ છતા અખિલેશ યાદવની બેઠકો ૪૨થી વધીને ૧૨૫ થી છે.માયાવતી અને ઓવૈસીએ પણ ભાજપની જીતમાં યોગદાન આપ્યુ છે.આ માટે તેમને પદમવિભૂષણ કે ભારત રત્ન મળવો જોઈએ.
રાઉતે કહ્યુ ભલે ચાર રાજ્યોમાં ભાજપ જીત્યુ હોય પણ ઉત્તરાખંડમાં તેમના સીએમ હારી ગયા છે.ગોવામાં બે ડેપ્યુટી સીએમ હારી ગયા છે અને પંજાબે તો ભાજપને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
ઓવૈસી અને માયાવતીની પાર્ટી પર ઘણા વિપક્ષી નેતાઓ ભાજપની બી ટીમ હોવાનો આરોપ લગાવતા રહ્યા છે અને બંને પક્ષો આ આરોપોને નકારતા રહ્યા છે.
ઓવૈસીએ કહ્યુ હતુ કે, મુસ્લિમોનો યુપીમાં વોટ બેન્ક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.જ્યારે માયાવતીએ પણ મીડિયાની ઝાટકણી કાઢીને કહ્યુ હતુ કે, અમારી જ પાર્ટી ભવિષ્યમાં ભાજપને હરાવવા માટે સક્ષમ છે.