પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની ૨ દિવસની મુલાકાતે છે.
આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે સવારે ૧૧:૦૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની નવી ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. વધુમાં આજે યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન પણ કરવાના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એટલે કે, વર્ષ ૨૦૧૦ થી કાર્યરત રક્ષા યુનિવર્સિટીને વર્ષ ૨૦૨૦માં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ હાજર રહેશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી આજે સાંજે સરદાર પટેલ સ્ટેડિયમમાં ૧૧માં ખેલ મહાકુંભનું ઉદ્ધાટન કરાવશે. ૨૦૧૦માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૧૬ રમત અને ૧૩ લાખ સ્પર્ધકો સાથે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેમાં આજે પ્રધાનમંત્રી મોદી ૩૬ સામાન્ય રમતો અને ૨૦ પેરા રમતો સામિલ થઈ ચુકી છે, અને ૪૫ લાખથી પણ વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.