ચિલોડાથી દેહગામ સુધી યોજાયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દોઢ કલાકના રોડ શો બાદ નરેન્દ્ર મોદી લવાડ ખાતે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં તેના નવા સંકુલનું લોકાર્પણ કર્યું છે અને પદવીદાન સમારોહમાં હાજરી આપી છે.
આજે સાજે ૦૬:૦૦વાગે અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. ૧ હજારથી વધુ કલાકારો અને ભવ્ય લાઇટિંગ સાથે આ કાર્યક્રમ યોજાનાર છે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નોંધનીય છેકે, ખેલ મહાકુંભ રાજ્યમાં ૫૦૦થી વધુ જગ્યાએ યોજાશે. ૫૦ લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.