કોંગ્રેસની વડાપ્રધાનને અપીલ: શહેરના રસ્તા રીસરફેસ થાય એ માટે દર છ મહિને પી.એમ.રોડ શો કરો

અમદાવાદમાં વડાપ્રધાનના આગમન પહેલા તેમના નિર્ધારીત રુટ ઉપરના રસ્તા રીસરફેસ કરવામાં આવ્યા.તુટેલી સેન્ટ્રલ વર્જ રીપેર કરાઈ.રંગરોગાન પણ મ્યુનિ.તંત્રે કર્યું.વિપક્ષ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનને દર છ મહિને અમદાવાદમાં રોડ શો કરવા અપીલ કરવામાં આવી છે.જેથી શહેરના તમામ બિસ્માર રસ્તા રીસરફેસ થઈ જાય.તુટેલા અને બિસ્માર રસ્તા તાકીદે રીસરફેસ કરવામાં નહીં આવે તો જનઆંદોલન કરવાની કોંગ્રેસ તરફથી ચિમકી આપવામાં આવી છે.

વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,વડાપ્રધાનના અમદાવાદમાં આગમન અગાઉ મ્યુનિ.ના ઈજનેર અને રોડ પ્રોજેકટ વિભાગના અધિકારીઓએ રાતોરાત તેમના નિર્ધારીત રુટ ઉપરના બિસ્માર રસ્તાઓ રીસરફેસ કરી લેવામાં આવ્યા છે.તુટેલી ફૂટપાથ રીપેર કરવાની સાથે સેન્ટ્રલ વર્જના પણ કામ કરવામાં આવ્યા છે.અગાઉ શહેરના વિવિધ વિસ્તારમાં તુટેલા અને બિસ્માર રસ્તા રીસરફેસ કરવાની બાબતમાં હાઈકોર્ટ તરફથી તંત્રને અનેક વખત ફટકાર આપવામાં આવી હતી.આમ છતાં રસ્તા રીસરફેસ કરવામાં આવતા નહોતા.

અમદાવાદ મ્યુનિ.તરફથી રોડના કામ કોન્ટ્રાકટરો પાસે કરાવવામાં આવતા હોય છે.આ રોડ બનાવવામાં આવ્યાના થોડા સમયમાં જ તુટી જતા હોય છે.આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ તરફથી અપીલ કરવામાં આવે છે કે,વડાપ્રધાને દર છ મહિને અમદાવાદમાં રોડ શો કરવો જોઈએ જેથી શહેરમાં અવારનવાર તુટી જતા કે બિસ્માર થતા રસ્તા,ફૂટપાથ કે સેન્ટ્રલ વર્જ મ્યુનિ.તંત્ર સમયસર રીપેર કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *