યાત્રાધામ દ્વારકા: બે વર્ષ બાદ જગત મંદિરે યોજાશે ફુલડોલોત્સવ

કોરોનાકાળમાં યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં હોળી પર ફુલડોલ ઉત્સવ યોજાતો નહતો. જો કે અંતે આ વર્ષે દ્વારકા મંદિર ફુલડોલ ઉત્સવ યોજાવા જઇ રહ્યો છે. જેના પગલે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ટ્ર્સ્ટ દ્વારા પણ ફુલડોલ ઉત્સવની ઉજવણી માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.ભક્તોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે

યાત્રાધામ દ્વારકા જગતમંદિરે બે વર્ષ બાદ હોળી-ફુલડોલ ઉત્સવ યોજાવાનો છે. જેને લઈને વહીવટી તંત્ર દ્રારા મંદિરમાં ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. બે વર્ષ બાદ 18 તારીખે ફુલડોલ ઉત્સવ યોજાવાનો હોવાથી આ વર્ષે ભક્તોની ભીડ વધવાની શક્યતા છે. તંત્ર દ્વારા પાર્કિંગ એરિયાથી મંદિર સુધી મંડપો લગાવાયા છે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. જગતમંદિરમાં ફુલડોલના નામથી ઉજવાતો આ ઉત્સવ ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે.

લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને દ્વારકા ભગવાન કાળીયા ઠાકોર સંગ રમવા આવે છે. લગભગ ૨૦ દિવસ પહેલા ભક્તો પગપાળા ચાલવાની શરૂઆત કરે છે.દ્વારકામાં દર્શન માટે યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે.

યાત્રાધામ દ્વારકામાં અલગ પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા છે. તો હાઇવે પર કોઈ અકસ્માત ના થાય તે માટે વાહનોની સ્પીડ લિમિટ પણ તંત્ર દ્વારા નક્કી કરી દેવાઈ છે.

ભક્તોને જમવાનો આહાર પણ ઉત્તમ મળે તે માટે ફૂડ વિભાગને પણ એલર્ટ રખાયું છે. એટલું જ નહિ, ભક્તોને તબીબી સારવાર માટે આરોગ્યની ટીમ તૈનાત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *