દેશમાં ૧૬ માર્ચથી ૧૨થી ૧૪ વર્ષના બાળકોને કોવિડ વેક્સિન અપાશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે.

૧૬ માર્ચથી ૧૨થી ૧૪ વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન આપવામાં આવશે. નોંધનીય છે કે, સરકારે બીજા તબક્કામાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી હતી.

મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે. બાળકો સુરક્ષીત છે તો દેશ સુરક્ષીત. તેમણે આગળ લખ્યું છે કે, મને જમાવતા ખુશી થાય છે કે ૧૬ માર્ચથી ૧૨થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. સાથે જ ૬૦થી વધુ ઉંમરના લોકોને હવે પ્રિકોશન ડોઝ પણ આપી શકાશે. તેમણે બાળકો અને વૃદ્ધોને કોરોના વેક્સિન લગાવી લેવાની પણ અપીલ કરી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિભારતમાં ગઈકાલે કોરોનાના ૨,૫૦૩ કેસ નોંધાયા હતા અને ૫૭લોકોના મોત થયા હતા. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ ૩૬,૧૩૮ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ ૪,૨૯,૯૩,૪૯૪ નોંધાયા છે.

અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૫,૧૫,૯૦૭ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *