જામનગરમાં ગુરુદ્વાર ચોકડી પાસેની ધટના એક નિવૃત પીએસઆઇના પુત્ર સહિત બે વ્યક્તિ પર હીચકારો જીવલેણ હુમલો કરાયો હતો, અને તેમની કારમાં તોડફોડ કરાઇ હતી. જૂની અદાવતનો મનદુખ રાખી ને આ હુમલો થયાનું પોલીસમાં જાહેર થયું છે.આ ઉપરાંત બે આરોપીઓ પૈકીના એક આરોપી કાર ચાલક સામે પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાએ પણ ગેરવર્તન અંગેની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના નિવૃત પીએસઆઇના પુત્ર ભગીરથસિંહ કેશુભા ઝાલાએ પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર હરપાલસિંહ ઝાલા ઉપર જૂની અદાવતમાં મનદુઃખ રાખીને માથામાં લોખંડનો પાઈપ મારી છરી વડે પાછળ દોડી કારમાં પથ્થરમારો કરી નુકસાન પહોંચાડવા અંગે હાર્દિકસિંહ ઉર્ફે બાપુડી ચુડાસમા તેમજ જય જેઠવા સામે ફરિયાદ નોંધાવી છે. જે હુમલામાં બંનેને ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લીધી છે, અને માથામાં ટાંકા આવ્યા છે.
ભગીરથસિંહ ઝાલા ફરિયાદી છે, કે જેના મોટાભાઈને અગાઉ રીક્ષાનો અકસ્માત થયો હતો. જેમાં આરોપી બાપુડીએ ઓટો રીક્ષાનો પક્ષ ખેંચ્યો હતો. જેનું મનદુખ રાખીને આ હમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. અને આરોપી હાર્દિક સિંહ ઉર્ફે બાપુડી અને જય જેઠવા ભાગી છૂટયા હોવાથી પોલીસે બંને આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેની કલમ 307 સહિતનો ગુનો નોંધ્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.
બાપુડી નામના શખ્સ સામે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાએ પણ પોતાના પર નજર બગાડી લાજ લેવાના ઇરાદે હુમલો કરી ભાગી છૂટયાની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે તેની શોધખોળ હાથધરી છે.