રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે ઓસ્ટ્રેલિયાએ એવુ ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે કે, ચીન સાથે અમારો તનાવ વધી રહ્યો છે અને તે ગમે ત્યારે યુધ્ધમાં ફેરવાઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાના મિત્ર ગણાતા અમેરિકાએ હજારોની સંખ્યામાં સૈનિકો, મિસાઈલ્સ, તોપ, રોકેટ અને ડ્રોન ઓસ્ટ્રેલિયા મોકલવાનુ શરુ કર્યુ છે.આ સૈનિકો ઓસ્ટ્રેલિયા સેનાને હથિયારોના ઉપયોગનુ નિર્દેશન આપશે.
અમેરિકાએ પોતાની મરીન ફોર્સના ૨૨૦૦ જવાનોને સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનુ નક્કી કર્યુ છે.
ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી એ કહું કે ચીન સાથેના સંઘર્ષને ઓછો આંકવાની જરુર નથી. દુનિયા ભલે રશિયા અને યુક્રેનના સંઘર્ષ પર નજર રાખી રહી હોય પણ ચીન તાઈવાન પર કબ્જો કરી શકે છે.
રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયા સેનાને પ્રશિક્ષણ આપવા માટે ૧૦૦૦ મરીન સૈનિકો પહેલા જ ઓસ્ટ્રેલિયા પહોંચી ચુકયા છે.આ સૈનિકો ડાર્વિનમાં તૈનાત છે .
અહીંયા ઓસ્ટ્રેલિયા અને અમેરિકન સેનાનો સંયુક્ત યુધ્ધાભ્યાસ દરિયામાં થવાનો છે.