જાપાનના મિયાગી અને ફુકુસિમા વિસ્તારમાં ગઇ કાલે ભૂકંપના જોરદાર કંપન અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 7.3ની નોંધાઈ હતી. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત અને 100 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ બનાવના પગલે લાખો લોકોના ઘરોમાંથી વીજળી વ્યવહાર ખોરવાયો છે. ભૂકંપ ફુકુસિમા સમુદ્રથી 60 કિલોમીટરની ઊંડાઇ પર કેન્દ્રીત હતો. આ અગાઉ આ જ વર્ષે 22 જાન્યુઆરીના રોજ જાપાનના દક્ષિણ- પશ્રિમી અને પશ્રિમી ક્ષેત્રમાં ભૂકંપ અનુભવાયો હતો.
ફુકુસિમા વિસ્તારમાં વર્ષ 2011માં મોટો ભૂકંપ આવ્યો હતો અને પછી સુનામી આવી હતી. આ સુનામીમાં ફુકુશિમા પરમાણુ દુર્ઘટના બની હતી અને મોટું નુકસાન થયું હતું. આ સુનામીને કારણે લગભગ 18,500 લોકો માર્યા ગયા હતા અને ગુમ થયા હતા. જાપાન પેસિફિક “રીંગ ઓફ ફાયર” પર આવે છે, તેથી આ વિસ્તારમાં નિયમિતપણે ભૂકંપ આવતા રહે છે.
બુધવારે સાંજે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખ ખાતે આશરે 07:05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 5.2 જેટલી નોંધાઈ હતી. જ્યારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરથી 119 કિમી ઉત્તરમાં રાતે આશરે 09:40 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે સદનસીબે હજુ સુધી નુકસાનને લગતી કોઈ વિગતો સામે નથી આવી.
GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના અહેવાલ પ્રમાણે ગુરૂવારે વહેલી સવારે દક્ષિણ ઈરાન નજીક 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમીની (6.21 માઈલ) ઉંડાઈએ નોંધાયું હતું.
જાપાન મેટ્રોલોજિકલ એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપ બપોરે 11.36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર સમુદ્રથી 60 કિમી નીચે હતું. એજન્સીએ મિયાગી અને ફુકુશીમા વિસ્તારમાં 3 ફૂટ સુધીની સુનામીની પણ ચેતવણી આપી છે.