આજે અસત્ય પર સત્યના વિજય સમા હોળી, પર્વના પ્રથમ વખત ત્રણ મોટા રાજયોગમાં હોલિકા દહન થશે. આજે ગજકેસરી વરિષ્ઠ અને કેદાર યોગમાં હોળી પ્રગટાવાશે.
આ અંગે વધુ વિગતો મુજબ રંગોનો તહેવાર ધૂળેટી ૧૮માર્ચના અને એક દિવસ અગાઉ હોલીકા દહન થશે. આ વખતે ભદ્રા દોષ રહેશે. તેથી સાંજની જગ્યાએ રાત્રે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોલીકા દહન થઈ શકશે.
અન્ય ગ્રહોની સિૃથતિથી ગજકેસરી, વરિષ્ઠ અને કેદાર નામના ત્રણ રાજયોગ પણ રહેશે. જ્યોતિષાચાર્યોના કહેવા મુજબ હોળીના પર્વના દિવસે આવો મહા સંયોગ અત્યાર સુધીમાં પ્રથમ વખત બનશે. ત્રણ મોટ શુભ યોગમાં હોલીકા દહન દેશ માટે શુભ રહેવાનો હોવાનું જણાવાયું છે. ઉપરાત પારિવારિક સુખ અને સમૃધિૃધ વધે છે.
વધુમાં આવતીકાલે ગુરૂવારે હોલીકા દહન થશે. જે દેવગુરૂ બૃહસ્પતિનો દિવસ માનવામાં આવે છે. બૃહસ્પતિનો દ્રષ્ટિ સંબંધ ચંદ્ર સાથે હોવાથી ગજકેસરી યોગ બનશે. આ તહેવાર પર વરિષ્ઠ અને કેદાર યોગ પણ બની રહ્યા છે.
આવું પ્રથમ વખત થઈ રહ્યું છે. જે હોલીકા દહન વખતે આ ત્રણે રાજયોગ બની રહ્યા છે. સાથે સૂર્યનો મિત્ર રાશિમાં હોવાથી આ પર્વને વધુ શુભ બનાવશે. હોલીકા દહન પર ખાસ ગ્રહ-યોગથી રોગ, દુખ અને દોષના નાશ તો થશે જ સાથે સાથે દુશ્મનો પર પણ વિજય પ્રાપ્ત થશે.
14મી માર્ચથી વસંત ઋતુ શરૂ થઈ ગઈ છે. જેને સ્વામી શુક્ર છે. શુક્રના જ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોલીકા દહન થશે. તે ગ્રહ સુખ-સુવિધા, સમૃધિૃધ, ઉત્સવ, હર્ષ અને ઐશ્વર્યનો પણ કારક છે. તેમજ ફાગણ મહિનાનો સ્વામી શનિ છે. શુક્ર અને શનિ એક બીજાના મિત્ર છે. અને બંને મકર રાશિમાં સાથે રહીને યુતિ બનાવી રહ્યા છે. નક્ષત્રોની આ સિૃથતિના કારણે જ તહેવારોના શુભ પરિણામોમાં વધારો થશે.