આંતરરાષ્ટ્રીય કોર્ટમાં યુક્રેને રશિયા સામે કરેલો કેસ જીતી લીદો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ ન્યાય માટે યુક્રેને નેધરલેન્ડના હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ કર્યો હતો. યુક્રેને કેસ જીતતાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસએ રશિયાને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બંધનકર્તા છે.
કોર્ટે રશિયન ફેડરેશનને ૨૪/૦૨/૨૦૨૨ના રોજ યુક્રેનના પ્રદેશ પર શરૂ કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીને તાત્કાલિક સ્થગિત કરવા જણાવ્યું હતું. કોર્ટે ૧૩-૨ મતનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર, રશિયન ફેડરેશન હવે આગળ કોઈ સૈન્ય કાર્યવાહી માટે ના કરે. કોર્ટે સર્વસંમતિથી આદેશ આપ્યો હતો કે બંને પક્ષોએ વિવાદને વધારી શકે તેવા કોઈપણ કાર્યથી દૂર રહેવું જોઈએ.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશ બાદ કહ્યું કે, યુક્રેન રશિયા સામે પોતાનો કેસ જીતી ગયું છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસએ રશિયાને તાત્કાલિક હુમલા રોકવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બંધનકર્તા છે. રશિયાએ તરત જ તેનું પાલન કરવું જોઈએ. ઓર્ડરનો અનાદર કરવાથી રશિયા વધુ અલગ થઈ જશે.