કર્ણાટકમાં અન્ટી કરપ્શન બ્યુરોએ આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિ એક્ત્ર કરવાના આરોપી ૧૮ સરકારી અિધકારીઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીના ભાગરૂપે બેંગાલુર સહિત ૧૦ જિલ્લાના ૭૫ સૃથળોેએ દરોડા પાડયા હતાં તેમ એસીબી અિધકારીઓએ એક નિવેદનમા જણાવ્યું હતું.
અન્ટી કરપ્શન બ્યુરોના ૧૦૦ અિધકારીઓ અને ૩૦૦ કર્મચારીઓની અનેક ટીમોએ સવારે સરકારી અિધકારીઓના ઘરોમાં દરોડા પાડયા હતાં. બાગલકોટ જિલ્લા મુખ્યમથકમાં બાદામી રેન્જના વન અિધકારી શિવાનંગ ખેડાગીની પાસેથી નોટ ગણવાનું મશીન અને ૩.૧૭ કીલો ચંદનના લાકડા મળી આવ્યા છે.
અન્ટી કરપ્શન બ્યુરોએ ગડગ જિલ્લાના શિરસ્તદાર બી એસ અન્નિગીરી પાસેથી સોના, ચાંદીના ઘરેણા , ૨૫ એકર જમીન, ૧૨ રેસિડેન્સિયલ પ્લોટ અને ૧.૫ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.એસીબીના અિધકારીઓેથી બચવા માટે સોનાના ઘરેણાને કચરા પેટીમાં સંતાડવામાં આવ્યા હતાં.
સરકારી અિધકારીઓના ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં બેંગાલુરૂના એડિશનલ કમિશનર ટ્રાન્સપોર્ટ જ્ઞાાનેન્દ્રકુમાર, બીડીએ ટાઉન પ્લાનિંગ અિધકારી રાકેશ કુમાર, યાદગીરના રેન્જ વન અિધકારી રમેશ કાનકાટ્ટે, ગોકાક બસવરાજના એક્ઝિક્યુટીવ એન્જિનિયર શેખર રેડ્ડી પાટીલ અને વિજયપુરા નિર્મિતી કેન્દ્ર પ્રોજેક્ટ મેનેજર ગોપીનાથ મલાગીનો સમાવેશ થાય છે.