બે વર્ષ સુધી સ્થગિત કરાયેલા ૧૫૬ દેશોના ઇ-વિઝા ફરીથી શરૃ

ભારતે કોવિડ મહામારીને પગલે બે વર્ષ સુધી સ્થગિત રાખવામાં આવ્યા પછી ૧૫૬ દેશોના નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય પાંચ વર્ષીય ઇ-ટુરિસ્ટ વિઝા અને તમામ દેશોના નાગરિકોને નિયમિત રેગ્યુલર પેપર વિઝાને તાત્કાલિક અસરથી શરૃ કરી દીધા છે.

અધિકારીઓએજણાવ્યું હતું કે હાલમાં અમેરિકા અને જાપાનના નાગરિકોને જારી કરવામાં આવેલા તમામ માન્ય ૧૦ વર્ષના રેગ્યુલર વિઝિટર વિઝા પણ બહાલ કરી દેવામાં આવ્યા છે. અમેરિકા અને જાપાનના નાગરિકોે માટે નવા ૧૦ વર્ષના રેગ્યુલર વિઝિટર વિઝા પણ ઇશ્યુ કરવામાં આવશે.

અધિકારીના જણાવ્યા મુજબ માર્ચ-૨૦૨૦થી સસ્પેન્ડ કરવામાં આવેલા ૧૫૬ દેશોના નાગરિકો માટેના પાંચ વર્ષના ઇ ટુરિસ્ટ વિઝા બહાલ કરી દેવામાં આવ્યા છે. વિઝા મેન્યુઅલ, ૨૦૧૯ અનુસાર ૧૫૬ દેશોના નાગરિકો માટે નવા ઇ ટુરિસ્ટ વિઝા પણ ઇશ્યુ કરવામાં આવશે. માર્ચ, ૨૦૨૦થી સસ્પેન્ડ કરવામાં આવેલા પાંચ વર્ષની વેલિડિટી સાથે તમામ દેશોના વિદેશી નાગરિકોને જારી કરવામા આવેલા રેગ્યુલર પેપર ટુરિસ્ટ વિઝા પણ બહાલ કરી દેવામાં આવ્યા છે.

માન્ય દેશોના નાગરિકોને સમય સમય પર લગાવવામાં આવતા પ્રતિબંધને આધીન પાંચ વર્ષની વેલિડિટીવાળા નવા નવા રેગ્યુલર પેપર ટુરિસ્ટ વિઝા પણ જારી કરવામાં આવશે.

ટુરિસ્ટ અને ઇ ટુરિસ્ટ વિઝા પર વિદેશી નાગરિકો ભારતમાં ફક્ત ડેઝિગનેટેડ સી ઇમિગ્રેશન ચેક પોસ્ટ અથવા એરપોર્ટના આઇસીપી માધ્યમથી જ પ્રવેશી શકશે. જેમાં વંદે ભારત મિશન, એર બબલ, ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ફલાઇટો સામેલ છે. કોઇ પણ વિદેશી નાગરિકને જમીન સરહદે થી નદી માર્ગેથી ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *