પહેલીવાર સાળંગપુરમાં ભવ્ય રંગોત્સવ ઉજવાશે

સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે છેલ્લાં ૩૫ વર્ષ બાદ પહેલીવાર આવતીકાલે એટલે કે, ૧૮ માર્ચે ધુળેટીની દાદાના દરબારમાં અતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં દાદાને અર્પણ કરાયેલાં ૨,૦૦૦ કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવશે.

રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી છે. આ માટે લોખંડની પાઇપમાં ૩ કિલોથી વધુ રંગ ભરીને તેને બ્લાસ્ટ કરવામાં આવશે. બ્લાસ્ટ કરાયેલો રંગ ૭૦ ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ૨૫,૦૦૦થી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવશે.

રંગનો એકસાથે બ્લાસ્ટ થતાં જ આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળશે. સાળંગપુરમાં હનુમાનજી મંદિર દ્વારા રંગોત્સવ માટે વિશેષ તૈયારી કરી દેવામાં આવી છે. આજે દાદાને રંગ અને પિચકારી અર્પણ કરાયા છે. ધુળેટીના દિવસે દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવશે. આ માટે આવતીકાલે મંદિરના વિશાળ પરિસરમાં અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરાયેલાં સ્પેશિયલ ટેક્નોલોજી દ્વારા લોખંડની પાઇપમાં ત્રણ કિલો રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવશે. બ્લાસ્ટ થતાં જ રંગ આકાશમાં ૭૦ ફૂટથી વધુ ઊંચે જશે જેને લીધે પરિસરમાં નયનરમ્ય નજારો જોવા મળશે.

૨ હજાર કિલોથી રંગ હરિભક્તોએ સાળંગપુરમાં મોકલાવ્યા હતા. સાળંગપુરમાં પહેલીવાર યોજાવવા જઈ રહી રહેલાં રંગોત્સવ માટે અમદાવાદ, સુરત અને બોટાદ સહિતના હરિભક્તોએ અહીં રંગો મોકલાવ્યા છે. અંદાજે ૨ હજારથી વધુ રંગમાં હરિભક્તો દ્વારા મોકલાવેલાં કંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *