ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ ૬થી ૧૨માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાની ભલામણ કરાયા બાદ ભણાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ અને ૨માં અંગ્રેજી દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજીને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાએ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી અનુભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાયે તે જરૂરી છે. આ જોડાણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને તે રીતે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો શાળાકીય અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ.
અનુસંઘાને પ્રથમ તબક્કે શ્રીમદ્ ભવગદ્ ગીતાનો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવું જોઈએ.