ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટએ ૪૫ દિવસમાં બનાવી ૭ માળની બિલ્ડિંગ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટએ વધુ એક આશ્ચર્યજનક કામ કર્યું છે. કુલ ૪૫ દિવસમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટએબેંગ્લોરમાં ૭ માળની ઈમારત તૈયાર કરી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે આ ઈમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આપને જણાવી દઈએ કે આ બિલ્ડિંગમાં ભારતનું સૌથી એડવાન્સ જેટ બનાવવામાં આવશે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બહુમાળી ઈમારત હાઈબ્રિડ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી છે. તેને બનાવવામાં કુલ ૪૫ દિવસનો સમય લાગ્યો હતો.

ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહેએ જણાવ્યું હતું કે આ ૭ માળની ઈમારતનો ઉપયોગ ૫મુ જનરેશન મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તરીકે કરવામાં આવશે. આ બિલ્ડિંગમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ આ એરક્રાફ્ટ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ માટે એવિઓનિક્સ વિકસાવશે.

એડવાન્સ ફાઈટર જેટ્સ અને એરક્રાફ્ટ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ્સ માટે એવિઓનિક્સ ડેવલપમેન્ટની સુવિધાઓ પણ પૂરી પાડશે. નોંધનીય છે કે તેનું નિર્માણ કાર્ય ૧ ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ૨૨/૧૧/૨૦૨૧ના ​​રોજ કરવામાં આવ્યો હતો.

 

ઓછા સમયમાં પ્રથમ વખત આવી બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. નોંધપાત્ર રીતે ભારત તેની સંરક્ષણ પ્રણાલી પર ઘણો ખર્ચ કરે છે. તેને વધુ મજબૂત બનાવવા માટે હવે આપણે 5th પેઢીના ફાઈટર જેટ વિકસાવવા પર કામ કરી રહ્યા છીએ. આ માટે AMCA પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *