ડોલર સામે રૂપિયામાં ૬૩ પૈસાનો ઉછાળો નોંધાયો

યુએસ ફેડરલ રિઝર્વે આ અઠવાડિયે યોજાયેલી બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. ૧૬ માર્ચે, ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ૦.૨૫ ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે રેકોર્ડ ફુગાવાની વચ્ચે આ વર્ષે ફેડરલ વ્યાજ દરમાં સાત વખત વધારો કરી શકે છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા બાદ ડોલરની નબળાઈ અને સ્થાનિક શેરબજારમાં તેજી વચ્ચે ગુરુવારે રૂપિયો યુએસ ચલણ સામે ૩૭ પૈસા વધીને ૭૫.૮૪ થયો હતો. સાપ્તાહિક આધાર પર ડોલરની સરખામણીએ રૂપિયો ૬૩ પૈસા સુધર્યો છે. ૨૪મી ડિસેમ્બર પછી રૂપિયાએ સાપ્તાહિક શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.

ડૉલર ઈન્ડેક્સ ૯૮.૨૧ પર બંધ થયો છે. સાપ્તાહિક ધોરણે તેમાં ૦.૯૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ૧૬મી માર્ચે એફ ઓ એમ સી ની બેઠકમાં વ્યાજદર અંગે લેવાયેલા નિર્ણયને કારણે ડૉલર ઈન્ડેક્સ ૦.૪૫ ટકા અને ૧૭ માર્ચે ૦.૬૬ ટકા ઘટ્યો હતો. ફેડરલ મીટિંગ પહેલા ડોલર ઈન્ડેક્સ ૯૯.૦૬ના સ્તરે હતો. આ ઈન્ડેક્સ વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે. ફેડના નિર્ણય બાદ ડૉલર દબાણ હેઠળ છે.

એચ ડી એફ સી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે ડૉલર ઈન્ડેક્સમાં નબળાઈ, જોખમમાં સુધારો, ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા અને વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો વચ્ચે રૂપિયાએ ૨૪ ડિસેમ્બર પછીનો શ્રેષ્ઠ સાપ્તાહિક લાભ નોંધાવ્યો છે.

ક્રૂડ ઓઈલ ૧૦૮ ડોલર પ્રતિ બેરલના સ્તર પર બંધ થયું છે. રશિયા-યુક્રેન વચ્ચે વધી રહેલા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ૧૩૯ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું છે. ભારત તેની જરૂરિયાતના ૮૫ ટકા ક્રુડની આયાત કરે છે. આવી સ્થિતિમાં કાચા તેલની કિંમતો પર મોટી અસર કરે છે.

આઈ સી આઈ સી આઈ ડાયરેક્ટરનું કહેવું છે કે આ અઠવાડિયે ડોલર સામે રૂપિયો બે સપ્તાહના ઉચ્ચ સ્તરે બંધ થયો છે. લાંબા સમય બાદ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં પુનરાગમન કર્યું છે. વિદેશી સંસ્થાઓના રોકાણકારોએ ભારતીય બજારમાં પુનરાગમન કર્યું છે અને ૩૧૨ કરોડની ખરીદી કરી છે. ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે ડોલર સામે રૂપિયો ૭૭.૩૩ના રેકોર્ડ સ્તરે સરકી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *