મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય વાતાવરણ ગરમાવા લાગ્યું છે. ભાજપના નેતા અને કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. દાનવેએ મોટો ખુલાસો કરતા કહ્યું છે કે મહા વિકાસ આઘાડી સરકારના ૨૫ ધારાસભ્યો ભાજપના સંપર્ક છે.
કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેકહેવા પ્રમાણે ઠાકરે સરકારના આ ૨૫ ધારાસભ્યો મહારાષ્ટ્રના વિધાનસભા સત્રનો બહિષ્કાર કરવા જઈ રહ્યા હતા.
૨૫ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો ચૂંટણી નજીક આવશે તો બધા એક પછી એક બહાર આવશે અને ભાજપમાં જોડાશે. રાજસાહેબ દાનવેને ગઈ કાલે હોળીના દિવસે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ જ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આજે તેમના નિવેદનનો જવાબ આપ્યો છે.રાવસાહેબ દાનવેના આ નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાવસાહેબ દાનવે જેમની વાત કરી રહ્યા છે તે ૨૫ અસંતુષ્ટ ધારાસભ્યો કોણ છે તે જાણવા માટે લોકો ઉત્સુક છે. પરંતુ શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાવસાહેબ દાનવેના આ નિવેદનને પાયાવિહોણું અને તથ્યહીન ગણાવ્યું છે.
સંજય રાઉતે કહ્યું, ‘કહેવાય છે કે હોળીમાં ભાંગ પીવો. પરંતુ જ્યાં સુધી હું જાણું છું, રાવસાહેબ દાનવે ભાંગ પીતા નથી. તેણે આવું કેમ કહ્યું, તે ફક્ત તે જ જાણતા હશે. મને આશ્ચર્ય થાય છે કે તેણે ૨૫ને બદલે ૭૫ કેમ ન કહ્યું? જો તેણે ભાંગ પીધી હોત તો રાત્રે નશો ઉતરી ગયો હોત. આજે તેઓ શું કહે છે, તે જોવાનું રહેશે.