GST ટેક્સ દરમાં થશે ફેરફાર ?

જીએસટીના ટેક્સ સ્ટ્રકચરમાં ફેરફાર કરવા અંગે હિલચાલ ચાલી રહી છે. આ જ યોજનાના ભાગરૂપે હવે બે ટેક્સ દરને એક જ ટેક્સ દરમાં મર્જ કરવા અંગે વિચારણા ચાલી રહી છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સ્ટ્રક્ચરમાં ૧૨% અને ૧૮%ના સ્લેબને મર્જ કરીને ૧૫% કરવામાં આવી શકે છે. રાજ્યોના વિત્તમંત્રીઓની એક પેનલ દ્વારા GST માળખામાં ફેરફારની દરખાસ્ત મુકવામાં આવી શકે છે.

મંત્રીઓના સમૂહની બેઠક મળવાની સંભાવના છે જે ૧૫%ના GST સ્લેબ અંગે નિર્ણય લઈ શકે છે. આ સિવાય તેઓ થ્રેશોલ્ડ રેટને ૫%થી વધારીને ૮% કરવાના પ્રસ્તાવ અંગે પણ વિચારવિમર્શ કરી શકે છે.

મંત્રીઓના સમૂહના આ સપ્તાહની બેઠકના નિર્ણય અંગે અંતિમ ફેરફાર કરવા માટે GST કાઉન્સિલની સમીક્ષા બેઠક આગામી મહિનાની શરૂઆતમાં મળશે તેમ પણ સૂત્રોએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *