આમ આદમી પાર્ટી અમદાવાદમાં: ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ૨ એપ્રિલે રોડ શો કરશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨ એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે. આમ આદમી પાર્ટી દ્વારા બન્ને નેતાઓના રોડ શોને લઈ પોલીસ પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૨ એપ્રિલના રોજ બપોરે ૦૩:૦૦ વાગ્યે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી નિકોલ ખોડિયાર મંદિર સુધી ૪ કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.

પંજાબમાં ભવ્ય વિજય બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડત લડવા માટે સ્ટ્રેટજી બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *