પાકિસ્તાનમાં હવે નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ એ વડાપ્રધાન પદ માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. વિપક્ષી પાર્ટી પીએમએલ-એનએ નવાઝ શરીફના નાના ભાઈ શહબાજ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે.
જાહેરાત પછી હાલના વડાપ્રધાન ઈમરાન ખાનની વિદાયની અટકળો વધી ગઈ છે. નવાઝ શરીફની દીકરી અને પીએમએલ-એનની ઉપાધ્યક્ષ મરિયમે નવાઝ જણાવ્યું છે કે, પાર્ટીએ શહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવનું નક્કી કર્યું છે. મરિયમે ઈમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવનાર અવિશ્વાસનો પ્રસ્તાવ સફળ થવાની આશા વ્યક્ત કરી છે.
મરિયમ નવાઝે કહ્યું: ઈમરાન ખાન આપનો ખેલ ખતમ થઈ ગયો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ, પીટીઆઈ ઓફિશિયલ રીતે તૂટી ગઈ છે. મરિયમે કહ્યું કે, પીએમ ઈમરાનને ખબર છે કે, હવે કોઈ તેમને બચાવી નહીં શકે, કારણકે તેઓ દરેક રમત હારી ગયા છે. મરિયમ નવાઝે કહ્યું છે કે, ઈમરાન ખાનને લાગે છે કે, તેમના વિરુદ્ધ એક આંતરરાષ્ટ્રીય કાવતરુ ઘડવામાં આવ્યું છે, પરંતુ હકિકત એ છે કે તેમણે અહીંના નાગરિકો સામે કાવતરુ ઘડ્યું છે. પરંતુ જો તેમણે તેમની ફરજો પૂરી કરી હોત તો તે ૧૦ લાખ લોકો પાસે વિરોધ કરવાનું કોઈ કારણ ના હોત.