રાજકોટ જિલ્લામાં મે મહિના સુધી પીવાના પાણીની કોઇ ચિંતા નહિ

ઉનાળો આવી રહ્યો છે અને પીવાના પાણી નું આયોજન કરવું સરકાર માટે મોટો પડકાર છે. રાજકોટ જિલ્લામાં મે મહિનાના અંત સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા નથી તેવો દાવો જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કર્યો છે.

પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટરે અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે પીવાના પાણીની સ્થિતિને લઇને તંત્ર ચિંતિત છે અને સમયાંતરે રિવ્યુ બેઠક લેવામાં આવી રહી છે.હાલમાં જિલ્લામાં મે મહિનાના અંત સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહિ જ્યારે તંત્ર દ્રારા ઓગસ્ટ મહિના સુધી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલને પાણીની સ્થિતિ ચિંતાજનક છે અને મે મહિના પહેલા ત્યાં પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી સ્થિતિ છે,જિલ્લા કલેક્ટરે અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે આ અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનામાં આવ્યું છે જેથી સૌની યોજના થકી ગોંડલને વધારાના પાણીની વ્યવસ્થા થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે અરૂણ મહેશ બાબુએ દાવો કર્યો હતો કે ત્યાં પણ પાણીની સમસ્યા નહિ રહે.

બામણબોર નજીક આવેલા રાજકોટ જિલ્લાના અંતિમ ગામોમાં પાણીનો કોઇ અન્ય સ્ત્રોત ન હોવાથી આવા ત્રણ ગામોમાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને જિલ્લા કલેક્ટરે અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત દ્રારા જ્યાં પણ પાણી માટેની માંગ મુકવામાં આવી રહી છે ત્યારે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.ત્રણ ગામો પણ ટેન્કરમુક્ત થાય તે માટેની વ્યવસ્થાઓ ગોઠવાય રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *