યુજીસી દ્વારા પીએચડી કોર્સ માટેના નવો રેગ્યુલેશન્સ ડ્રાફ્ટ જાહેર કરવામા આવ્યો છે અને જે મુજબ પીએચડી કોર્સનો મીનિમમ સયમગાળો બે વર્ષનો કરાયો છે અને મહત્તમ છ વર્ષનો કરવામા આવ્યો છે.જ્યારે દિવ્યાંગ મહિલાઓને મેક્સીમમ ડયુરેશન પીરિયડમાં બે વર્ષની છુટ અપાઈ છે.
યુજીસીએ પીએચડી ડિગ્રી આપવા માટેના મીનિમમ સ્ટાન્ડર્ડ અને પ્રોસીઝરને લગતા રેગ્યુલેશન્સ ૨૦૨૨નો ડ્રાફ્ટ જાહેર કરવામા આવ્યો છે અને જેમાં ઘણી બાબતોમાં સુધારા કરવામા આવ્યા છે તેમજ કેટલીક નવી જોગવાઈઓ ઉમેરાઈ છે.જ્યારે આ ડ્રાફ્ટ રેગ્યુલેશન્સ મુજબદિવ્યાંગ મહિલાઓને બે વર્ષની છુટ કોર્સના સમયગાળા માટે અપાશે અને વિદ્યાર્થીનીઓ કે જેઓ ગર્ભવતી હોય તેઓને મેનટરની લીવ કે બાળક સંભાળ માટે ૨૪૦ દિવસની રજા અપાશે.આ ડ્રાફટ રેગ્યુલેશન્સ મુજબ પીએચડી પ્રોગ્રામ માટે મીનિમમ ૧૨ અને મેક્સીમમ ૧૬ ક્રેડિટ પોઈન્ટ જરૃરી ગણાશેે.સીધા ચાર વર્ષના ડિગ્રી કોર્સમાંથી આવેલા વિદ્યાર્થીઓના છથીઆઠ ક્રેડિટ પોઈન્ટ પીએચડી લેવલે ગણાશે.
પ્રોફેસર નિવૃત્તિ બાદ માનદ સેવા કે કોન્ટ્રાક્ટ આધારીત સેવામાં જોડાય તો તેઓની રીસર્ચ સુપરવાઈઝર માટેની વય મર્યાદા ૭૦ વર્ષની રહેશે. પીએચડીમાં પ્રવેશ માટે લેખિત પરીક્ષાના ૭૦ માર્કસ અને ઈન્ટરવ્યુના ૩૦ માર્કસ ગણાશે. જ્યારે પીએચડીમાં પ્રવેશ માટે મિનિમમ ૫૫ ટકા અને અનામત કેટેગરી માટે ૫૦ ટકાનો નિયમ યથાવત રખાયો છે.આ રેગ્યુલેશન્સ ડ્રાફ્ટ મુદ્દે હાલ યુજીસીએ ૩૧ માર્ચ સુધી સૂચનો મંતવ્યો મંગાવ્યા છે ત્યારબાદ સુધારા-વધારા સાથે ફાઈનલ રેગ્યુલેશન્સ જાહેર થશે.