મુંબઈમાં મહાલક્ષ્મી વિસ્તારમાં ભીષણ આગ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. દક્ષિણ મુંબઈમાં મહાલક્ષ્મી વિસ્તારમાં વિઠ્ઠલ નિવાસ બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી. આગ બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. આગ શરૂ થયાના થોડા સમય પછી, તે ઝડપથી ફેલાઈ હતી અને બાજુના માળમાં પણ પ્રસરી ગઈ હતી. જો કે આગની ઉંચી જ્વાળાઓ વધવા લાગી અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામક દળની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ વિઠ્ઠલ નિવાસ બિલ્ડીંગમાં રહેતા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. જેના કારણે અહીં ભીડ એકઠી થઈ ગઈ હતી. બચાવ કામગીરી યોગ્ય રીતે શરૂ થાય તે માટે ફાયર બ્રિગેડની ટીમે ભીડમાં હાજર લોકોને દૂર ખસી જવા અપીલ કરી હતી. હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *