IPL ૨૦૨૨ ૨૬ માર્ચે પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે. આ પહેલા બંને ટીમ પ્રેક્ટિસમાં વ્યસ્ત હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત ચેન્નાઈના તમામ ખેલાડીઓ જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે.
આ દરમિયાન ટીમ ઈન્ટ્રા સ્ક્વોડ બનાવીને મેચ પણ રમી રહી છે. ચેન્નાઈનો આવી જ રીતે પ્રેક્ટિસ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ નો એક યુવા ક્રિકેટર ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ મુંબઈનો લેગ સ્પિનર પ્રશાંત સોલંકી છે.
પ્રેક્ટિસ સેશન દરમિયાન સોલંકી પોતાની પ્રભાવશાળી બોલિંગથી ખૂબ જ ચર્ચામાં છે. સોલંકીની ખાસ વાત એ છે કે, તેની એક્શન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન સ્પિનર શેન વોર્ન જેવી છે. સોશિયલ મીડિયા પર ચાહકો સોલંકીને ધોનીનો ‘શેન વોર્ન’ પણ કહી રહ્યા છે. CSKએ મેગા ઓક્શનમાં પ્રશાંત સોલંકીને ૧૨.૨૦ કરોડની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો.
પ્રેક્ટિસ સેશન દરમિયાન સોલંકી તેના ઘાતક લેગ સ્પિન બોલથી રવિન્દ્ર જાડેજાને પરેશાન કરતો જોવા મળ્યો હતો. બોલિંગમાં તેને જે વળાંક લીધો તે જોઈને ચાહકોને શેન વોર્ન યાદ આવ્યા હતા. વોર્નનું તાજેતરમાં થાઈલેન્ડમાં નિધન થયું હતું. સોલંકીને જોઈને CSKના ચાહકોને વિશ્વાસ છે કે, આ વખતે પ્રશાંત સોલંકી IPLમાં મોટું નામ બનાવશે.