આઈપીએલ ૨૦૨૨: મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક છોડી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી

આઈપીએલ ૨૦૨૨ની શરૂઆતના બે દિવસ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડીને બધાને ચોંકાવી દીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝીએ ફેન્સને એક નિવેદન દ્વારા ધોનીની કેપ્ટન્સી છોડવાની વાત જણાવી હતી.

ધોનીના સ્થાને રવિન્દ્ર જાડેજાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનથી જ એમએસ ધોનીએ ચેન્નાઈની કમાન સંભાળી હતી. ધોનીએ આ ટીમને ૬ વખત ચેમ્પિયન બનાવી હતી.

ચેન્નાઈની કેપ્ટનશીપ છોડ્યા બાદ ધોની ૨૦૦૭ વર્ષ પછી પ્રથમ વખત કેપ્ટનશીપ વગર રમતા જોવા મળશે. તેની કેપ્ટનશિપ કારકિર્દીમાં તેણે ટીમ ઈન્ડિયાને ટી૨૦ વર્લ્ડ કપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *