અમદાવાદ: પીરાણા નજીક જગતપુર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ

અમદાવાદમાં પીરાણા નજીક જગતપુર પાસે આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે. જેમાં ત્રણ કિલોમીટર દૂરથી આગના ઘુમાડા દેખાય રહ્યા છે. જો કે આ આગ લાગતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે.

તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આ આગ કયા કારણે લાગી છે તે અંગે હજુ કોઇ માહિતી સાંપડી નથી. તેમજ આગના સ્થળે કોઇ ફસાયું છે કે નહિ તે અંગે પણ કોઇ માહિતી મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *