IPL 2022: લીગ બદલાયેલા અંદાજમાં જોવા મળશે

IPLની ૧૫મી સિઝન એક અલગ રંગ અને સ્વરૂપમાં રમાશે. ટીમોની જર્સીથી લઈને રમતોના નિયમો અને ફોર્મેટ બદલાઈ ગયા છે. ૨૬ માર્ચથી શરૂ થનારી આ સિઝનમાં ઘણું નવું હશે. લીગમાં ૮ની જગ્યાએ ૧૦ ટીમો ભાગ લેવા જઈ રહી છે. છેલ્લા ૨ વર્ષથી યુએઈમાં લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે પહેલો તબક્કો ભારતમાં રમાયો હતો પરંતુ કોરોના વાયરસ ને કારણે બીજો તબક્કો UAEમાં રમાયો હતો.

IPL ૨૦૨૨માં ૧૦ ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. લીગ રાઉન્ડમાં દરેક ટીમ ૧૪ મેચ રમશે. ટીમો તેમના જૂથની ટીમોમાંથી એક-એક વખત રમશે, જ્યારે અન્ય જૂથની ટીમો એક ટીમ સાથે બે વખત અને બાકીની ટીમો માટે એક-એક મેચ રમશે. બંને ગ્રુપમાંથી ટોપ બે ટીમો આગળના રાઉન્ડમાં જશે.

બાયો બબલના તમામ નિયમો અનુસાર, આ વખતે તમામ ખેલાડીઓ અને સ્ટાફના સભ્યોએ ત્રણ દિવસ કડક ક્વોરેન્ટાઇનમાં પસાર કરવાના રહેશે. આ ત્રણ દિવસે તેઓના રૂમમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળે છે, તો તેણે સાત દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, ત્યારબાદ તેની તપાસ કરવામાં આવશે. બાયો બબલમાં ફરીથી દાખલ થવા માટે તેઓએ બે નેગેટિવ RTPCR ટેસ્ટ પાસ કરવા પડશે.

કોઈપણ ટીમ ત્યાં સુધી મેદાનમાં ઉતરી શકે છે જ્યાં સુધી તેની પાસે 12 ખેલાડીઓ ઉપલબ્ધ હોય જેમાંથી સાત ભારતીય હશે. નહિંતર, BCCI મેચોને ફરીથી શેડ્યૂલ કરવાનો પ્રયાસ કરશે. આ પછી અંતિમ નિર્ણય IPLની ટેકનિકલ ટીમ લેશે.

ખેલાડીના પરિવાર કે મેચ અધિકારી દ્વારા બાયો બબલનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ હશે. જો કોઈ ફ્રેન્ચાઈઝી કોઈ બહારની વ્યક્તિને મળે છે તો તેના પર એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.

આ વખતે IPLમાં DRSની સંખ્યા પણ બે કરી દેવામાં આવી છે. BCCIએ મેરીલેબોર્ન ક્રિકેટ ક્લબના નવા નિયમોના સમર્થનમાં આ નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *