શ્રીલંકામાં ગહન આર્થિક કટોકટી દૂધ અને ચોખા સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને લોકોને ઇંધણ ભરવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી છે. દેશના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિએ લોકોને ભારત આવવા મજબૂર કર્યા છે. સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર મંગળવારે લગભગ ૧૬ શ્રીલંકાના નાગરિકો બે બેચમાં તમિલનાડુમાં પ્રવેશ્યા હતા.ભારતમાં પ્રવેશતા મોટાભાગના શરણાર્થીઓ બેરોજગાર છે અને તેમનો દેશ છોડવાની ફરજ પાડવામાં આવે છે કારણ કે રેકોર્ડ ફુગાવાને કારણે આવશ્યક ચીજવસ્તુઓ પહોંચની બહાર અને કાળાબજારીના ભાવો પોષાય તેમ નથી.
શ્રીલંકામાં દૂધની અછતને કારણે ભાવમાં અસાધારણ વધારો થયો છે અને લોકોએ એક કિલો માટે લગભગ બે હજાર રૂપિયા ચૂકવવા પડે છે. ૪૦૦ ગ્રામ દૂધ ખરીદવા માટે લોકો ૭૯૦ રૂપિયા ચૂકવી રહ્યા છે.લોકોનું કહેવું છે કે શ્રીલંકામાં સોનું મળવું સરળ છે પરંતુ દૂધ માટે કલાકો સુધી ભટકવું પડે છે. જેમને દૂધની જરૂર હોય તેમણે વહેલી સવારે દુકાનો પર લાઇનમાં ઉભુ રહેવું પડે છે.