ચેન્નાઈના કેપ્ટન બન્યા બાદ જાડેજાએ પણ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. જાડેજાએ કહ્યું કે કેપ્ટનશિપ મળવાથી તેના પર કોઈ દબાણ નથી કારણ કે ધોની તેની સાથે છે.
ચેન્નાઈને ચાર આઈપીએલ ખિતાબ જીતાડનાર ધોનીએ હવે ટીમની કમાન રવિન્દ્ર જાડેજા ને સોંપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તે છેલ્લા 10 વર્ષથી આ ટીમ સાથે જોડાયેલો છે. IPL 2022 માટે ચેન્નાઈએ જાડેજાને નંબર વન પર જાળવી રાખ્યો હતો, તેથી આ ખેલાડીનું કેપ્ટન બનવું આશ્ચર્યજનક નથી.
રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, કેપ્ટનશિપ મળ્યા બાદ તેને કોઈ ટેન્શન નથી કારણ કે ધોની તેની સાથે ઉભો છે. જાડેજાએ કહ્યું, ‘મારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ધોની અહીં છે. મારા મનમાં જે પણ પ્રશ્ન હશે, હું ધોની પાસે જતો રહીશ. તમારા પ્રેમ બદલ આભાર.