બોલીવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારે પણ કબૂલ કર્યુ છે કે “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મના કારણે મારી ફિલ્મ બચ્ચન પાંડે બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ છે.
અક્ષય કુમારે કહ્યુ હતુ કે, વિવેક અગ્નિહોત્રીએ ધ કાશ્મીર ફાઈલ્સ બનાવીને આપણી સામે એક દર્દનાક સત્યને રજૂ કર્યુ છે. આ ફિલ્મ લોકો માટે એક ભેટ સમાન છે. એ અલગ વાત છે કે, તેના કારણે મારી ફિલ્મ ડુબી ગઈ છે.ફિલ્મ બચ્ચન પાંડે ૫૦ કરોડ પણ કમાશે કે નહીં તે એક સવાલ છે અને કાશ્મીર ફાઈલ્સ ૨૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ચુકી છે.
બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની કમાણી પર રાજમૌલીની ફિલ્મ RRRના કારણે બ્રેક વાગશે તેવી જે અટકળો સાચી ઠરી રહી છે.
RRR શુક્રવારે રિલિઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર છવાઈ રહી છે અને તેના કારણે કાશ્મીર ફાઈલ્સની કમાણીમાં ઘટાડો થયો છે.
“ધ કાશ્મીર ફાઈલ્સે” પંદરમાં દિવસે એટલે કે શુક્રવારે ૪.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ગુરૂવારે આ ફિલ્મે ૭.૫૦ કરોડનુ કલેક્શન કર્યુ હતુ. જોકે RRR શુક્રવારે રિલિઝ થયા બાદ દર્શકો તેની તરફ વળ્યા છે. કારણકે આ મૂવીને લઈને પહેલેથી જ લોકોમાં ભારે ઉત્કંઠા હતી.
RRR પહેલા દિવસે જ ભારત સહિત આખી દુનિયામાં 200 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી ચુકી છે.
