ગુજરાત શિક્ષણ બોર્ડ: ધો.૧૦ અને ૧૨ના ૧૫ લાખ વિદ્યાર્થીઓની આજથી બોર્ડ પરીક્ષા

કોરોનાને લીધે ગત વર્ષે બોર્ડ પરીક્ષા રદ થયા બાદ ૨૦૨૦ પછી બે વર્ષે રાજ્યમાં બોર્ડ પરીક્ષા થઈ રહી છે અને આ વષે ૩ લાખથી વધુ પરીક્ષાર્થી ઘટતા રાજ્યમાં ૧૪.૯૮ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે.રાજ્યના ૧૩૭ ઝોનમાં ૧૬૨૫ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા આજથી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે.

ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની વ્યવસ્થા છે અને સાથે દરેક કેન્દ્રમાં સીસીટીવી રેકોર્ડિંગનું સુપરવિઝન પણ કરવામા આવશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર જિલ્લા લેવલે સ્કવોડ મોકલાશે અને દરેક જિલ્લામાં કલેકટર દ્વારા વર્ગ ૧-૨ના અધિકારીઓને પરીક્ષા સ્થળનું મોનિટરિંગ સોંપવામા આવ્યુ છે.ધો.૧૦ની પરીક્ષા રાજયના ૮૧ ઝોનમાં ૯૫૮ કેન્દ્રોમાં ૩૧૮૨ બિલ્ડીંગોના ૩૩૩૨૧ બ્લોકમાં લેવાશે.ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા રાજ્યના ૫૬ ઝોનમાં ૬૬૭ કેન્દ્રોમા ૧૯૧૨ બિલ્ડીંગમાં ૧૯૦૨૬ બ્લોકમાં લેવાશે. આ વર્ષ ધો.૧૦માં દોઢ લાખ જેટલા વિદ્યાર્થી ઘટતા ૯,૬૪,૫૨૯ વિદ્યાર્થી નોંધાયા છે.

ધો.૧૦ની પરીક્ષા સવારે ૧૦થી બપોરના ૧૩ઃ૧૫ સુધી લેવાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૨૫,૮૪૩ વિદ્યાર્થી નોંધાયા છે અને કેટલાક વિષયોની પરીક્ષા સવેરા ૧૦ઃ૩૦થઈ ૧ઃ૪૫ તેમજ મોટા ભાગના વિષયોની પરીક્ષા બપોરના ૩થી સાંજના ૬ઃ૧૫ સુધી છે. ધો.૧૨ સાયન્સમાં ૧,૦૮,૦૬૭ વિદ્યાર્થીઓ છે.૧૨ સાયન્સની પરીક્ષા બપોરના ૩થી સાંજના ૬ઃ૩૦ સુધી લેવાશે. બોર્ડ પરીક્ષા ૧૨ એપ્રિલ સુધી ચાલશે.રાજ્યમાં અમદાવા સહિતના મુખ્ય ચાર શહેરના સેન્ટ્રલ જેલ કેન્દ્રો ખાતેથી પણ ધો.૧૦-૧૨ની પરીક્ષા જેલના કેદીઓ આપશે અને ૧૨૨ કેદીઓ પરીક્ષા માટે નોંધાયા છે.મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રશ્નપત્ર મોનિટરિંગ કામગીરી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *