જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં આજે સવારે ૦૭:૨૯ વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સદનસીબે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે, અસરગ્રસ્ત સ્થળ લેહથી ૧૮૬ કિમી ઉત્તરે છે. જમ્મુ-કાશ્મીર પહેલા સોમવારે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

સોમવારે બપોરે ૧૨:૧૪ વાગ્યે અહીં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ માપવામાં આવી હતી. મંડીની સાથે તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે ૫ કિમી ઊંડે હતુ. આ ભૂકંપ પહેલા શુક્રવારે ગુજરાતના દ્વારકા નજીક ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્ર ગુજરાતના દ્વારકાથી ૫૫૬ કિમી પશ્ચિમમાં હતું. ભૂકંપ ભારતીય સમય નુસાર ૧૨.૩૭ વાગ્યે સપાટીથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *