વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ પાર તાપી નર્મદા રિવર લીક યોજના રદ કરવા અંગેની જાણકારી સરકારના મંત્રી અને ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી. જોકે આ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયાં હતા. અને આ યોજના એક બીજાના નામે ચડાવવાની કોશિશ કરાઈ હતી.
ચૂંટણીઓ આવતા અલગ અલગ મુદાથી આદિવાસીઓને ભ્રમિત કરવાના મુદા ઉપસ્થિત થતા હોય છે એવું મંત્રી કુબેર ભાઈ ડીંડોરે જણાવ્યું, ગઈકાલે અમારા નેતાઓ એ દિલ્હી રજુઆત કરી હતી હવે આ મુદ્દો પૂરો થયો છે. કોંગ્રેસના સમયમાં અમારા વિસ્તારમાં ડેમો બન્યા છે. પણ અસરગ્રસ્તને માત્ર ૨,૦૦૦ જેટલું વળતર આપ્યું છે. પંચમહાલ, અને દાહોદમાં હડફ, કબૂતરી, અદલ વાડા ડેમમાં સંપાદન થયેલ જમીન અસરગ્રસ્તોને ૧૯૭૯ની સાલમાં ૮૦૦ ઉપરાંત ખેડૂતોની જમીન ડૂબાણમાં ગઈ હતી. ૧૯૮૦ના રિઝર્વ ફોરેસ્ટનો કાયદો આવવાથી ૪૦ વર્ષનો પુનઃવસવાતનો પ્રશ્ન અમારી સરકારે ઉકેલયો છે. ૪૦-૫૦ વર્ષ પછી અમે લોકોને જમીન અપાવી છે. ભૂતકાળમાં એક એકરનું ૨૦૦ રૂપિયા જેટલું વળતર કોંગ્રેસે આપ્યું છે. કોંગ્રેસના લોકો બીજા મુદ્દાઓ નથી લેતા. ભાજપ સરકાર આદિવાસીઓના હૃદય સુધી પહોચ્યું છે. અમારે માનવતાની વિકાસની રાજનીતિ કરવી છે. અમારો સમાજ જાગૃત થયો છે.
વિધાનસભામાં નિવેદન આપતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પાર તાપી નર્મદા લિંક મુદે કહ્યું પાર તાપી નર્મદ લિંક બાબતે અમારા વિસ્તારમાં ચર્ચા ચાલે છે. ગઈ કાલે અમારા નેતાઓ અમિતભાઇ અને નાણાં મંત્રીને મળ્યા હતા અને ચર્ચા કરી છે. તેમણે ખાત્રી આપી છે કે આદિવાસી સમાજની લાગણી ધ્યાનમાં રાખીને આ યોજના બંધ રાખવામાં આવશે. જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના લોકો આ મુદ્દો લાવે છે. મોદી સાહેબે અમને પહેલા પણ ખાતરી આપી હતી કે આદિવાસીને નુકસાન થાય તેવી કોઈ યોજના બનાવીશું નહી. ગઈકાલે આ યોજના બંધ રાખવાની કેન્દ્રના નેતાઓ દ્વારા ખાતરી આપાઈ છે. આવી કોઈ યોજના હવે બનવાની નથી. ડાંગમાં ૨,૫૦૦ કુવા બનાવવાની યોજનાથી આદિવાસી સમાજને ફાયદો થવાનો છે. આદિવાસી સમાજ કોંગ્રેસની વાતમાં ના આવે એવી મારી અપીલ છે.