અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસના ભાડામાં કોઇ વધારો કરવામાં નહીં આવે. જે ભાડુ ચાલે છે તે જ રહેશે. ચૂંટણી આવતી હોવાથી હાલ પૂરતુ ભાડું વધારવાનું ટાળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ હવે શહેરમાં એએમટીએસ બસમાં મુસાફરો PAYTMથી ટિકિટ બૂક કરાવી શકશે.
અમદાવાદ સીટીમાં બીઆરટીએસ અને એએમટીએસમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર છે. કારણ કે હાલ પુરતુ બીઆરટીએસ અને એએમટીએસના ભાડું યથાવત રહેશે. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને ભાડું નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે હાલ પુરતા બીઆરટીએસ અને એએમટીએસના ભાડામાં કોઇ વધારો કરવામાં નહીં આવે. જે ભાડુ ચાલે છે તે જ રહેશે. ચૂંટણી આવતી હોવાથી હાલ પૂરતુ ભાડું વધારવાનું ટાળ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ હવે શહેરમાં મુસાફરો PAYTMથી એએમટીએસની ટિકિટના દર ચૂકવી શકશે.
દર વર્ષે ઇંધણના વધતા ઘટતા ભાવને ધ્યાને રાખી ભાડામાં વધારા ઘટાડાનો નિર્ણય કરવામાં આવે છે. દર વર્ષે ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા માર્ચ મહિનામાં ભાડામાં વધારા ઘટાડાનો નિર્ણય કરવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હાલમાં સતત વધી રહ્યા હોવા છતા પણ બીઆરટીએસ અને એએમટીએસના ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. જેને લઇને આ નિર્ણય ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય માનવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં મુસાફરો PAYTMથી એએમટીએસની ટિકિટના દર ચૂકવી શકશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસમાં મુસાફરી કરતાં નાગરીકોને કેશલેસ ટિકિટિંની સુવિધા મળશે. એએમટીએસ દ્વારા તમામ બસોમાં કેશલેસ ટિકિટ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે એએમટીએસ બસમાં મુસાફરો PAYTMથી ટિકિટના નાણા આપી શકશે. જે નાગરિક પ્રથમવાર PAYTMથી ટિકિટ લેશે. તેને એકવાર ફ્રી મુસાફરીનો લાભ મળશે. મહત્વનું છે કે એએમટીએસ દ્વારા નવી ૧૦ સીએનજી બસોનું લોકાર્પણ કાર્યક્રમમાં આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.
