અમદાવાદ: મણિનગર વિસ્તારમાં બે મિત્રો નકલી પોલીસ બની પહેલું જ વાહન રોક્યું અને ઝડપાઇ ગયા

અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં બે મિત્રો નકલી પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવવા ગયા પણ તેમના આ શોર્ટકટ માં હવે બંને મિત્રો જેલની હવા ખાઇ રહ્યા છે.

મણિનગર વિસ્તારના પિકનિક હાઉસ પાસેથી સાંજે સાતેક વાગ્યાની આસપાસ ઉમેશ કંડવિક અને તેનો સાળો બાઇકમાં પસાર થતાં હતાં ત્યારે તેની પાછળ બાઇકમાં આવેલા બે શખ્સોએ બાઈક સાઈડમાં રોકવા જણાવ્યું હતું.

બંને મિત્રો પોતાની પોલીસ તરીકે ઓળખ બતાવી તેમનું ડ્રાઈવિંગ લાઇસન્સ માંગ્યું હતું તેમજ કયાથી આવો છો, માસ્ક કેમ પહેર્યું નથી, એકટીવાની ડેકી ખોલો ડેકીમાં શું છે તેમ કહી ડેકી ચેક કરી હતી તેમજ મોબાઇલ ફોન પણ ચેક કરવા જણાવ્યું હતું જે બાદ બંને શખ્સોએ પૈસાની માંગણી કરતા ઉમેશભાઈને શંકા જતા તેની પાસે પોલીસનું આઇ કાર્ડ માંગ્યું હતું. આઈ કાર્ડ માંગતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ઉમેશભાઈ સામે બોલાચાલી કરી ત્યાંથી નાસી ગયા હતા. ઉમેશભાઈ ને બંને પોલીસ નકલી હોવાની શંકા જતા બંને શખ્સો જે બાઈક પર આવ્યા હતા તેની બાઈક નો નંબર ઉમેશભાઈએ નોંધી લીધો હતો અને મણિનગર પોલીસ મથકમાં સમગ્ર ઘટના જણાવી બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉમેશભાઈની ફરિયાદને આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *