રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્વારકા અને માધવપુરની મુલાકાત લેશે. જ્યાં તેઓ ૧૦ એપ્રિલે દ્વારકાધીશના દર્શન કરશે. અને તેઓ માધવપુરાના મેળામાં પણ ઉપસ્થિત રહેશે.
પોરબંદરમાં આખરે ૨ વર્ષ બાદ આ વખતે ૧૦ એપ્રિલથી ૧૩ એપ્રિલ સુધી માધવપુરનો મેળો યોજાશે. ૧૩ એપ્રિલે માધવપુરમાં રૂક્ષ્મી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ પ્રસંગ પણ ઉજવવામાં આવશે. તંત્ર દ્વારા આ મેળાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.