ગુજરાતની મોટી રાજકીય હલચલની તૈયારી થઈ ચૂકી છે. વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે.
નરેશ પટેલની વિધિવત કોંગ્રેસમાં જોડવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી, થિન્ક ટેન્ક ગણાતા પ્રશાંત કિશોરને સોંપવામાં આવી છે.વાત એવી પણ સામે આવી રહી છે કે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને સીએમ પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે.પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે મોટા ચહેરા સાથે કોંગ્રેસે મેદાનમાં ઉતરવું જોઈએ પ્રશાંત કિશોરની આજ સલાહ કોંગ્રેસે માની છે.
કોંગ્રેસ નેતૃત્વએ ગુજરાતની સંપૂર્ણ જવાબદારી હવે પ્રશાંત કિશોરને સોંપી છે. ત્યારે પ્રશાંત કિશોર નવી રણનીતિ સાથે ગુજરાતની રાજનીતિમાં સક્રિય થાય તેવી શક્યતા છે.
પ્રશાંત કિશોર ‘પોડમ’ થીયરીને ગુજરાતમાં લાગુ કરી શકે છે ’પોડમ’ થીયરી એટલે કે,,,પાટીદાર, ઓબીસી , દલિત, આદિવાસી અને મુસ્લિમ મતદારોને આકર્ષવા માટેની રણનીતિ બનાવી શકે છે અને કોંગ્રેસ ‘પોડમ’ થીયરીથી ગુજરાતનો ગઢ સર કરવાના સપના જોઇ રહી છે