ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૨૨૫ નવા કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૨૨૫ નવા કેસ નોંધાયા છે અને ૧,૫૯૪ લોકોને રજા આપવામાં આવી છે. ૨૮ લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક ૫,૨૧,૧૨૯ પર પહોંચી ગયો છે. આ સાથે જ ભારતમાં ૧૪,૩૦૭ કોરોનાના સક્રિય કેસ છે. જો રિકવરીની વાત કરીએ તો કુલ ૪,૨૪,૮૯,૦૦૪ લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે.જ્યારે ૧,૨૨૫ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત કેસોની કુલ સંખ્યા ૪,૩૦,૨૪,૪૪૦ થઈ ગઈ છે. કોરોના રસીકરણ મિશન હેઠળ છેલ્લા ૨૪ કલાકમાં ૨૨,૨૭,૩૦૭ રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૧,84,૦૬,૫૫,૦૦૫ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે છે સક્રિય કેસ કુલ સંક્રમણના ૦.૦૩ ટકા છે, સાથે જ કોવિડ-૧૯ રિકવરી રેટ ૯૮.૭૬ % પર પહોંચી ગયો છે. જ્યારે કેસનો મૃત્યુદર ૧.૨૧ % નોંધાયો હતો.ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે કોરોનાના ૧,૨૩૩ નવા કેસ નોંધાયા હતા અને ૩૧ લોકોના મોત થયા હતા.બુધવારે દેશમાં ૧૪,૭૦૪ કેસ નોંધાયા હતા. મળતી માહિતી અનુસાર, સરકારે ૩૧ માર્ચથી તમામ પ્રકારના કોવિડ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે, માસ્કનો નિયમ અને સોશિયલ ડિસ્ટન્સ અકબંધ રહેશે. લગભગ બે વર્ષ પછી ગૃહ મંત્રાલયે ૩૧ માર્ચથી કોવિડ-૧૯ સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે.

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોના વાયરસના કેસમાં મોટો વધારો થયો હતો. દિલ્હી સરકારના  આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૨૩ નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન એક દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર , દિલ્હીમાં કોરોનાનો ૦.૫૦% નો સકારાત્મક દર નોંધાયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં ૧૨૩ નવા કેસ સાથે કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને ૧૮,૬૪,૮૫૭ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *