વોટ્સએપે તમામ ફીચર્સ વોઈસ મેસેજ માટે છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા નવા ફીચર્સ વિશે માહિતી આપી છે. ઝુકરબર્ગે પોતાની પોસ્ટમાં વિઝ્યુઅલ પોસ્ટ દ્વારા બતાવ્યું છે કે નવા અપડેટ પછી યુઝર્સને કેવા પ્રકારના ફાયદા મળશે. વોટ્સએપના નવા અપડેટથી વોઈસ મેસેજનું રેકોર્ડિંગ થોભાવી અને ફરી શરૂ કરી શકાશે. આ સિવાય યુઝર્સને વોઈસ મેસેજની સાથે વિઝ્યુઅલ વેવફોર્મ પણ જોવા મળશે.
ચેટ પ્લેબેકનું ફીચર પણ મળશે એટલે કે તમે ચેટમાંથી બહાર આવ્યા પછી પણ વોઈસ મેસેજ સાંભળી શકશો અને આ સૌથી મોટું અપડેટ છે. અત્યાર સુધી વૉઇસ મેસેજ ચેટમાંથી બહાર આવતાં જ વાગવાનું બંધ થઈ જતું હતું. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે વોઈસ મેસેજ સાંભળતા સમયે અન્ય કોઈ કામ પણ કરી શકો છો.
વ્હોટ્સએપે રિમેમ્બર પ્લેબેક ફીચર પણ રજૂ કર્યું છે જે ફોરવર્ડ કરેલા વોઈસ મેસેજ સાથે ફાસ્ટ પ્લેબેકના રૂપમાં ઉપલબ્ધ હશે. નવા ફીચરની જાહેરાત સાથે, વોટ્સએપે અહેવાલ આપ્યો છે કે વિશ્વભરમાં દરરોજ સાત અબજથી વધુ વૉઇસ સંદેશાઓ મોકલવામાં આવે છે. આ ફીચર થોડા દિવસો પહેલા બીટા એપ પર જોવા મળ્યું હતું.
વોટ્સએપ વોઈસ મેસેજીસના નવા પોઝ અને રિઝ્યુમ ફીચરની મદદથી તમે વોઈસ મેસેજને સરળતાથી રેકોર્ડ કરી શકશો. આ ફીચર ડેસ્કટોપ યુઝર્સ માટે પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે. તેનું ટેસ્ટિંગ બીટા વર્ઝન પર ચાલી રહ્યું છે. નવા અપડેટ સાથે, વૉઇસ સંદેશાઓ ૧.૫X અથવા ૨X ઝડપે સાંભળી શકાય છે.
વોટ્સએપમાં ટૂંક સમયમાં એક નવું અપડેટ આવી રહ્યું છે, જેના પછી વપરાશકર્તાઓ વોટ્સએપપર ૨ જીબી સુધીની ફાઇલ સરળતાથી શેર કરી શકશે. વોટ્સએપ આર્જેન્ટિનામાં આઇઓએસ અને એન્ડ્રોઇડબંને એપના બીટા વર્ઝન પર ૨ જીબી ફાઇલ શેરિંગનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવા ફીચરને વોટ્સએપ બીટાના એન્ડ્રોઈડ વર્ઝન ૨.૨૨.૮.૫, ૨.૨૨.૮.૬ અને ૨.૨૨.૮.૭ પર જ્યારે આઇઓએસ બીટા વર્ઝન ૨૨.૭.૦.૭૬ પર જોઈ શકાય છે.