રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બીજો મહીનો ચાલી રહ્યો છે. ઘણી વખત વાતચીત પણ થઈ ચૂકી છે અને રશિયાએ ઈંસ્તબુંલમાં થયેલી બેઠકમાં હુમલા ઓછા કરવાની વાત કહી હતી. આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ જણાવ્યું છે કે, રશિયન હુમલા વચ્ચે તેમના દેશમાં શું થઈ રહ્યું છે. એટલું જ નહીં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મધ્યસ્થી કરવાની પણ માગ કરી છે.
રશિયાને કેટલાક સારા પ્રસ્તાવ આપ્યા છે પરંતુ અમારે જમીની સ્તર પર સ્થિતિને જોવાની જરૂર છે. હુમલા થઈ રહ્યા છે. જમીન પર જે થઈ રહ્યું છે તેનાથી વાતચીત તૂટતી નજર આવી રહી છે. કિવ અને ચેર્નિહાઇવમાંથી કોઈપણ રશિયન સૈન્યની સાર્થક વાપસી નથી થઈ.
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ જણાવ્યું કે રશિયામાં નિર્ણય લેનાર એકમાત્ર વ્યક્તિ રાષ્ટ્રપતિ પુતિન છે તેથી યુદ્ધ સમાપ્ત કરવા માટે તમારે તેમની સાથે સીધી વાતચીત કરવાની જરૂર છે.